ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.
તારીખ :૧૩-૦૯-૨૦૨૩ના દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં સી.આર.સીની ૧૧ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં સારું સ્વાસ્થ્ય જ સાચી મૂડી કૃતિ શામળા ફળિયા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, દ્વિતીય લાઈફ વિભાગમાં પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવીએ કૃતિમાં વાવ પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક, તૃતીય કૃષિ વિભાગમાં ચીકુ ધોવાનું મશીન કૃતિમાં નારણપોર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, ચતુર્થ વાહન વ્યવહાર વિભાગમાં અકસ્માત નિવારવાનાં ઉપાયોમાં નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને પાંચમાં ટેકનોલોજી અને રમકડાં વિભાગમાં રમત દ્વારા ગણિત કૃતિમાં નાંધઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી.
આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શામળા ફળિયા કલસ્ટરના ઇન્ચાર્જ સી.આર.સી ટીનાબેન પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ,માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ ક્રમાંક મેળવેલ શાળાઓની કૃતિઓ હવે પછી યોજાનાર તાલુકાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.
ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ શાળાઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે અભિનંદન પાઠવ્યા છે.
Post a Comment