Narmda, Rajpipla: નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનોનું જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે મેડિકલ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

  Narmda, Rajpipla: નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનોનું જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે મેડિકલ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


કાળઝાળ ગરમી વચ્ચે પણ ટ્રાફિક નિયમનની પ્રસંશનીય કામગીરી કરતા તેમજ સેવા, સુરક્ષા અને શાંતિ પ્રસ્થાપિત કરવા સદાય તત્પર રહેનારા નર્મદા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનોને હીટવેવના કારણે શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરિત અસર ન પડે તે માટે જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે મેડિકલ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એસ. મિશ્રા સહિત ટ્રાફિક શાખાના કુલ ૧૯ પોલીસ જવાનોના આરોગ્યની તપાસ કરાઈ હતી. જેમાં લેબોરેટરી ટેસ્ટ, હાઈ બીપી, સુગર, કોલેસ્ટ્રોલ, એચ.આઈ.વી., યુરીન ટેસ્ટ, આંખ તથા ગળા અને કાનનું ચેકઅપ, માનસિક રોગોના વિભાગમાં રૂટીન એકઅપ તથા જનરલ ચેકઅપ સહિતની તપાસ કરવામાં આવી હતી.

Post a Comment

أحدث أقدم